“ના” કહેવી ખરેખર મુશ્કેલ છે કે તમારે જ “ના “ કહેવી નથી ?

વાચકમિત્રો સૌથી પહેલા ખુબ આભાર, આપ સર્વેનો જેમણે ગયા શનીવારના આર્ટીકલ માટે ખુબ જ સારો પ્રતિભાવ આપ્યો અને વધુમાં વધુ લોકોએ કહ્યું કે તેઓ “ના “કહી શકતા નથી, પોતે જાને છે છતાં કોઈ વ્યક્તિને તેમનું કામ કરી આપવાની “ના “ કહી શકતા નથી. ખરેખર તો કોઈ વ્યક્તિ મોટાભાગે મદદરૂપ થવાની “ના “ કહી જ ન શકે એટલે પ્રોફેશનલી પણ આ આદત વિકસિત ન થઇ હોય તેવું બને. પણ એક વાત ચોક્કસ છે કે તમે કઈ વ્યક્તિને “ના “ કહેવા માગો છો, કઈ બાબત અને કામ માટે ના કહેવા માગો છો એ બધી બાબતને ધ્યાનમાં રાખીને “ના “ કહેવી જોઈએ. તમે જયારે કોઈ કામની “ના” તમારી ઓફિસમાં તમારી જ જવાબદારીવાળી બાબત માટે “ના” કહી દેશો તો તમારી જોબ અને તમારી માનસિકતા બન્ને માટે જોખમ ઉભું થઇ શકશે. આજે જે વાત કરવી છે તે “ના” કહેવા પાછળની તમારી માનસિકતા શું છે? તેના વિશેની છે. દસમાંથી નવ વ્યક્તિએ મને એવું કહ્યું કે તેમને “ના” કહેતા આવડતી નથી અને આ કળા શીખવી છે. સૌથી પહેલા તમે તમારા જ મન અને વિચારોનું વિશ્લેષણ કરો કે શા માટે તમારે “ના” પાડવા માગો છો ? ના કહેવાથી તે વ્યક્તિ સાથેના તમારા સબંધોને શું અસર થશે?, તમારે જો ક્યારેય તેમની મદદ જોશે તો તમને મદદ કરશે? ઘણીવાર કોઈ કામ કરવાથી તમને કઈ નવું શીખવા પણ મળતું હોય છે તો ઘણીવાર એ કામ તમારું ગમતું પણ હોય શકે છે માટે ના કહેતા પહેલા વિચારજો. ઘણા વ્યક્તિ પોતાના મનમાં જે-તે વ્યક્તિનું કામ ન કરવું એવું વિચારતા હોય છે પણ ખરા સમયે ના કહી નથી શકતા અને પછી દુખી મન સાથે કામ પણ કરી આપે છે જો તમે પણ આવું જ કરતા હો તો તમારા મનના કોઈ ખૂણામાં તે વ્યક્તિ પાસેથી મદદની અપેક્ષા હોય જેથી ભવિષ્યમાં તેનું કામ પડે તો મદદ મળે એવું તમારું મન વિચારીને “ના” કહેતું નહી હોય. આપણે જે કામ કરીએ છીએ તેના પાછળ આપણો જાહેર કે છૂપો કોઈ ફાયદો હોય જ છે અને એટલે જ ફાયદા વગર ના કામ ને “સેવા” કહેવામાં આવે છે વળી સેવાનું કામ કરવા માટે “ના” પાડવામાં મન દુખી નથી થતું અથવા ખચકાટ થતો નથી કારણકે આપણને ખબર જ હોય છે કે આ કામનું કોઈ વળતર નથી એટલે તે કામ કરવું જરૂરી નથી. માટે તમારે કયું કામ કરવું તે નક્કી ક્રરવા માટે તેની જરૂરિયાત શું છે તે નક્કી કરવી પડશે. જે લોકો “ના “ નથી કહી શકતા તે મોટાભાગે તે વ્યક્તિ જે કામ સોપે છે અને તે કામ જે કરવાનું હોય છે તેના માટે સ્પષ્ટ હોતા નથી. તમારા “ના” કહેવાથી સબંધો બગડશે અને તે વ્યક્તિ તમને વધુ કપરા કામ સોપશે એવું પણ બની શકે હવે તમારે તમારા જ મનની ઉંડાઈમાં જઈને સ્પષ્ટ વલણ અને વિચાર નક્કી કરવા પડશે.તમારે તમારા જ વિચારોની અને કામની માનસિકતાની મર્યાદા નક્કી કરવી પડશે અને તમારા કામ તમારે જ કરવા પડે બીજા ન કરી આપે. તમે જયારે તમારા સમય અને કામ માટે સ્પષ્ટ હશો ત્યારે “ના” પડવી થોડી સરળ થશે. માટે “ના” કહેવી મુશ્કેલ નથી પરંતુ તમે જયારે તમારા જ વિચારોથી ના કહેવ માટે સ્પષ્ટ નથી હોતા ત્યારે “ના” પડી શકતા નથી એટલે કે તમારું મન જ કોઈને ના કહેવા તૈયાર નથી કારણકે એ બહાને તમે તમારી જાતને બીજન કામમાં વ્યસ્ત રાખી તમારા જ ફરી સમયને વ્યસ્ત બતાવવા માગો છો.